‘ગ્રીન યોર સ્કૂલ પોગ્રામ’ હેઠળ ગાંધીનગરની જીવરાજના મુવાડા પ્રાથમિક શાળાને રાષ્ટ્રીય કક્ષાનો ‘ગ્રીન સ્કૂલ પુરસ્કાર-2025 એનાયત કરાયો છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે અંદાજે 1200થી વધુ વૃક્ષ ધરાવતી આ શાળાને રાષ્ટ્રીય સ્તરે હરિત શાળા અંગેના 11 નવા વિચારો અને પ્રોજેક્ટના અમલીકરણ માટે ત્રણ લાખ રૂપિયાનું પ્રોત્સાહન ઇનામ પણ અપાયું છે. દેશભરની 720 શાળાઓમાંથી ગુજરાતની આ સરકારી પ્રાથમિક શાળા પ્રથમ ક્રમે આવી છે. મુંબઈ ખાતે યોજાયેલા ‘ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કોંગ્રેસ’માં શાળાને આ વિશેષ પુરસ્કાર અપાયો હતો.
Site Admin | ડિસેમ્બર 16, 2025 3:06 પી એમ(PM)
‘ગ્રીન યોર સ્કૂલ પોગ્રામ’ હેઠળ ગાંધીનગરની જીવરાજના મુવાડા પ્રાથમિક શાળાને રાષ્ટ્રીય કક્ષાનો ‘ગ્રીન સ્કૂલ પુરસ્કાર-2025 એનાયત કરાયો.