ગ્રાહક બાબતોના વિભાગે આગામી પેઢીના GST સુધારાના ભાગ રૂપે રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન પર GST ફરિયાદ નિવારણ સુવિધા શરૂ કરી છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આવતીકાલથી અમલમાં આવતા સુધારેલા GST દરો અને મુક્તિઓ બાદ ગ્રાહકોને મુઝવતા પ્રશ્નો અને ફરિયાદોને ઉકેલવા માટે યુનિફાઇડ ફરિયાદ નિવારણ મિકેનિઝમ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. તે ઓટોમોબાઇલ, બેંકિંગ, ગ્રાહક ટકાઉ વસ્તુઓ, ઇ-કોમર્સ અને ફાસ્ટ-મૂવિંગ ગ્રાહક માલ જેવા ક્ષેત્રોમાં ફરિયાદોને સમાવી લેશે.
આ પહેલથી વસ્તુ અને સેવ કર પાલનને મજબૂત બનાવવાની અને ગ્રાહકોને વાજબી બજાર પ્રથાઓમાં સક્રિય હિસ્સેદારો બનવા માટે સશક્ત બનાવીને સહભાગી શાસન મોડેલને પ્રોત્સાહન આપવાની અપેક્ષા છે. મંત્રાલયે જણાવ્યું કે, ગ્રાહકો હવે પોર્ટલ અથવા ટોલ-ફ્રી નંબર 1915 દ્વારા સત્તર ભાષાઓમાં તેમની ફરિયાદો નોંધાવી શકે છે.
Site Admin | સપ્ટેમ્બર 21, 2025 2:12 પી એમ(PM)
ગ્રાહક બાબતોના વિભાગે આગામી પેઢીના GST સુધારાના ભાગરૂપે રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન પર GST ફરિયાદ નિવારણ સુવિધા શરૂ કરી