ગ્રાહક બાબતોના, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે બિન-અનુપાલક હેલમેટ વેચનારા ઉત્પાદકો અને છૂટક વેપારીઓ સામે કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે. મંત્રાલયે તમામ જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટને આવા વેપારીઓ સામે રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.
વિભાગનાં સચિવ નિધિ ખરેએ કહ્યું કે, આ પહેલ બજાર ગ્રાહકોને ભારતીય માનક બ્યૂરો – B.I.S. પ્રમાણિક વસ્તુઓ અંગે માહિતગાર કરવા માટે જરૂરી છે. તેમણે તમામ હિતધારકોને નાગરિકોની સલામતી માટે આ અભિયાનમાં સક્રિય રીતે ભાગ લેવા પણ અનુરોધ કર્યો છે.
Site Admin | ઓક્ટોબર 26, 2024 2:35 પી એમ(PM)
ગ્રાહક બાબતોના, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે બિન-અનુપાલક હેલમેટ વેચનારા ઉત્પાદકો અને છૂટક વેપારીઓ સામે કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો
