મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની ગ્રામીણ આવાસ યોજનાઓના લાભાર્થીઓ માટે હિતકારી નિર્ણય લીધો છે.
આ નિર્ણય અનુસાર સમગ્ર રાજ્યમાં ગ્રામ પંચાયત વિસ્તારોમાં સરકારની સહાયથી નિર્માણ પામેલા આવાસો માટે વાર્ષિક 200 રૂપિયાના એક સમાન દરથી ઘર વેરા આકારણીની વસુલાત થશે. કોઈપણ ગ્રામ પંચાયત પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ સહિતની વિવિધ યોજનાઓમાં સરકારની સહાયથી બનેલા આવાસોનો ઘર વેરા આકારણીની વાર્ષિક 200 રૂપિયાના નિર્ધારિત દરથી વધુ રકમ વસૂલ કરી શકશે નહીં તેવો નિર્ણય પણ કરાયો છે.
એટલું જ નહીં, ચાર વર્ષ પછી આ આકારણી દરની રાજ્ય સરકાર સમીક્ષા કરશે. આ નિર્ણયથી પરિણામે લાખો ગ્રામીણ ગરીબ પરિવારોને ઘર વેરા આકારણીની રકમમાં મોટી રાહત મળશે.
Site Admin | જૂન 26, 2025 7:08 પી એમ(PM)
ગ્રામ પંચાયત વિસ્તારોમાં સરકારની સહાયથી નિર્માણ પામેલા આવાસો માટે વાર્ષિક 200 રૂપિયાના દરથી ઘર વેરા આકારણીની વસુલાશે