ડિસેમ્બર 12, 2025 4:06 પી એમ(PM)

printer

ગ્રામ કમ્પ્યુટર સાહસિક એટલે કે VCEને રાજ્ય સરકારના વિભાગો દ્વારા સોંપવામાં આવતી કામગીરી માટે યુનિટ દિઠ લઘુત્તમ 20 રૂપિયા ચૂકવાશે

ગ્રામ કમ્પ્યુટર સાહસિક એટલે કે VCEને રાજ્ય સરકારના વિભાગો દ્વારા સોંપવામાં આવતી કામગીરી માટે યુનિટ દિઠ લઘુત્તમ 20 રૂપિયા ચૂકવાશે. રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા VCE ને વિવિધ યોજનાઓની ડેટાએન્ટ્રી સંબંધિત કામગીરી સોંપવામાં આવતી હોય છે. આ માટે દરેક કામગીરીમાં તેમને યુનિટદીઠ કમિશન પેટે ચુકવવાની થતી રકમ સબંધિત વિભાગ દ્વારા નિયત કરવામાં આવે છે. મહેનતાણાની રકમ અલગ અલગ ધોરણે કરાતી હોવાથી મહેનતાણામાં સમાનતા જળવાતી નથી. ત્યારે મુખ્યમંત્રીના દિશાનિર્દેશોને પગલે પંચાયત વિભાગે વી.સી.ઇ.ને યુનિટ દિઠ ઓછામાં ઓછા 20 રૂપિયાનું મહેનતાણું ચૂકવવા રાજ્ય સરકારના વિભાગોને જણાવ્યું છે.