ગ્રામીણ વિકાસ મંત્રાલયે રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ અને મનોરંજન મિશન,NRDRM દ્વારા બે ભરતી અભિયાન ચલાવવાના દાવાઓને ફગાવી દીધા છે. મંત્રાલયે એકનિવેદનમાં જણાવ્યું છે કે NRDRM કાર્યાલય મંત્રાલયના કાર્યક્ષેત્ર હેઠળ કામ કરતું નથી. તેમાં ઉમેર્યું હતું કે બે નકલી NRDRM વેબસાઇટ્સ www.nrdrm.com તેમજ www.nrdrmvacancy.com પર બનાવટી નોકરીની જાહેરાતો પોસ્ટ કરી રહી છે. મંત્રાલયે સામાન્ય લોકોને NRDRM દ્વારા હાથ ધરવામાં આવતી કોઈપણ ભરતીના નામે છેતરપિંડી આચરવામાં આવી હોવાની જાહેરાત કરી હતી. લોકને આવી કોઇપણ છેતરામણી જાહેરાતોમાં ન આવવા પણ અપીલ કરવામાં આવી છે.
Site Admin | ફેબ્રુવારી 17, 2025 7:12 પી એમ(PM) | ગ્રામીણ વિકાસ મંત્રાલય
ગ્રામીણ વિકાસ મંત્રાલયે રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ અને મનોરંજન મિશન,NRDRM દ્વારા બે ભરતી અભિયાન ચલાવવાના દાવાઓને ફગાવી દીધા
