ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 20, 2024 7:07 પી એમ(PM)

printer

ગ્રામીણ મહિલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મિશનમાં સક્રિયતાથી સહભાગી થવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અનુરોધ કર્યો

ગ્રામીણ મહિલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મિશનમાં સક્રિયતાથી સહભાગી થવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અનુરોધ કર્યો છે. મધ્ય ગુજરાતના 10 જિલ્લાઓની 700 જેટલી પ્રશિક્ષિત પ્રાકૃતિક કૃષિ સખી મહિલાઓને સંબોધતા રાજ્યપાલે જણાવ્યું કે પ્રાકૃતિક કૃષિએ પરમાત્માની પ્રકૃતિ માટેનું પોષણ અભિયાન છે. વધુમાં તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકારના પ્રયાસોથી દસ લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે.
ગુજરાતમાં 11 હજાર 160 ગ્રામીણ મહિલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિસરની સઘન તાલીમ આપીને ‘પ્રાકૃતિક કૃષિ સખી’ તરીકે તૈયાર કરવામાં આવી છે. પ્રાકૃતિક કૃષિ સખી પોતપોતાના ગામમાં અન્ય મહિલાઓને પ્રાકૃતિક કૃષિ કરવાની પ્રેરણા અને તકનિકી માર્ગદર્શન આપશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.