ગ્રામીણ નાગરિકોના જીવનને વધુ આરામદાયક બનાવવા કેન્દ્ર સરકારે હાથ ધરેલી અનેક પહેલોએ દેશના અર્થતંત્રને નવી ગતિ આપી છે. ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે નવી દિલ્હીમાં આફ્રિકન-એશિયન ગ્રામીણ વિકાસ સંગઠન AARDOની કારોબારી સમિતિના 77મા સત્રનું ઉદ્ઘાટન કરતાં આ મુજબ કહ્યું હતું. તેમણે ભાર મૂક્યો કે ભારત, AARDOને તેના અવિરત સમર્થન અને સહાયથી,
ગ્રામીણ સમુદાયને સશક્ત બનાવશે. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ, પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના, એક પેડ મા કે નામ અભિયાન અને લખપતિ દીદી જેવી યોજનાઓ અને પહેલ પર પ્રકાશ પાડતા શ્રી ચૌહાણે કહ્યું કે, દેશ આજે ખાદ્ય ઉત્પાદનમાં આત્મનિર્ભર થવાની સાથે અન્ય રાષ્ટ્રોને પણ મદદ કરી રહ્યો છે. તેમણે કહ્યું કે,રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન દ્વારા, લગભગ 90 લાખ સ્વ-સહાય જૂથોમાં લગભગ 10 કરોડ મહિલાઓનો સમાવેશ કરાયો છે અને તેમને 50 હજાર કરોડથી વધુની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી છે.
Site Admin | ફેબ્રુવારી 19, 2025 2:22 પી એમ(PM)
ગ્રામીણ નાગરિકોના જીવનને વધુ આરામદાયક બનાવવા કેન્દ્ર સરકારે હાથ ધરેલી અનેક પહેલોએ દેશના અર્થતંત્રને નવી ગતિ આપી છે