ઉઝબેકિસ્તાનમાં ગ્રાન્ડ સ્વિસ ચેસ ચેમ્પિયનશિપમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર શરૂઆત કરી છે. ભારતીય ગ્રાન્ડ માસ્ટર વિદિત ગુજરાતીએ પહેલા રાઉન્ડમાં જર્મનીના એલેક્ઝાન્ડર ડોન્ચેન્કોને હરાવ્યા હતા. ભારતીય ગ્રાન્ડ માસ્ટરએ ફ્રાન્સના એટીએન બેક્રોટને હરાવ્યા હતા. ગ્રાન્ડ માસ્ટર પ્રજ્ઞાનંધ અને અમેરિકાના ગ્રાન્ડ માસ્ટર જેફરી જિયોંગ વચ્ચેનો મુકાબલો ડ્રો રહ્યો હતો.
ભારતીય મહિલા ગ્રાન્ડ માસ્ટર દિવ્યા દેશમુખ પ્રથમ રાઉન્ડમાં અભિમન્યુ પુરાણિક સામે હારી ગયા હતા. વૈશાલી રમેશબાબુએ ઉઝબેકિસ્તાનની ગુલરુખબેગમને તો વાંતિકા અગ્રવાલે યુક્રેનની યુલિયા ઓસ્મેકને હરાવી હતી. દ્રોણવલ્લી હરિકા અને ઇઝરાયલના માર્સેલ એફ્રોઇમ્સ્કી વચ્ચેનો મુકાબલો ડ્રો રહ્યો હતો.
Site Admin | સપ્ટેમ્બર 5, 2025 2:11 પી એમ(PM)
ગ્રાન્ડ સ્વિસ ચેસ ચેમ્પિયનશિપમાં ભારતીય ખેલાડીઓની શાનદાર શરૂઆત
