ડિસેમ્બર 20, 2025 7:14 પી એમ(PM)

printer

ગ્રાન્ટેડ શાળાઓમાં હવે વિદ્યાર્થીઓની હાજરી પ્રમાણે અનુદાન અપાશે

સરકાર તરફથી અનુદાન મેળવતી શાળાઓમાં હવે વિદ્યાર્થીઓની હાજરી પ્રમાણે અનુદાન અપાશે. લઘુમતી શાળા સહિત ગ્રાન્ટ ઈન એઈડ શાળાઓ અંગેના રાજ્ય સરકારના આ મહત્વના નિર્ણય અનુસાર વિદ્યાર્થીઓની હાજરી ઓછી હશે તો અનુદાનમાં કપાત કરાશે.
આ અંગે વિદ્યાર્થીઓની હાજરી પ્રમાણે અનુદાન કાપવાના વિસ્તૃત નિયમો જાહેર કરાયા છે. શિક્ષણ વિભાગે ગ્રામ્ય વિસ્તારો માટે 55 ટકા તો શહેરી વિસ્તારો માટે 80 ટકા હાજરી ફરજિયાત કરી છે. શહેરી વિસ્તારમાં 80 ટકા કરતા ઓછી હાજરી પ્રમાણે 25 ટકા અને 50 ટકા કરતા ઓછી હાજરીમાં 50 ટકા ગ્રાન્ટ કપાશે. હાજરી 60 ટકા કરતા ઓછી હશે તો સો ટકા ગ્રાન્ટ કપાશે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 40 ટકા કરતા ઓછી હાજરીમાં સો ટકા અનુદાન કપાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.