ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 13, 2025 8:18 પી એમ(PM)

printer

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આવતીકાલે રાજ્યના 23 જીલ્લાના પરીક્ષા કેન્દ્રો ઉપર મહેસૂલી તલાટીની પરીક્ષા યોજાશે

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આવતી કાલે મહેસુલી તલાટીની પરીક્ષા યોજાશે.0020મહેસુલી તલાટી વર્ગ 3 ની 2 હજાર 384 જગ્યાઓ માટે પરીક્ષાનું આયોજન કરાયું છે..આ પરીક્ષા માટે 4 લાખ 25 હજાર ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.
જે પૈકી 3 લાખ 99 હજાર ઉમેદવારોએ પરીક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ કર્યા છે. રાજ્યના 23 જિલ્લાઓમાં પરીક્ષાનું આયોજન કરાયું છે.. 1 હજાર 384 પરીક્ષા સેન્ટરોમાં આ પરીક્ષા લેવાશે. બાયો મેટ્રિક વેરિફિકેશન બાદ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ અપાશે. તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર તૈયારીઓ પૂરી કરી લેવાઇ છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ પરીક્ષા યોજવામાં આવશે.