ડિસેમ્બર 7, 2025 7:52 પી એમ(PM)

printer

ગોવા સરકારે અરપોરામાં એક ક્લબમાં લાગેલી ભીષણ આગની મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ આપ્યો – જેમાં 25 લોકો માર્યા ગયા હતા

ગોવા સરકારે બારડેઝ તાલુકાના અરપોરામાં એક ક્લબમાં લાગેલી ભીષણ આગની મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ આપ્યો છે, જેમાં 25 લોકો માર્યા ગયા હતા.
આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ પણ થયા હતા, જેના કારણે સ્થાનિક અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરિસ્થિતિ પર ઝડપથી અને અસરકારક રીતે નજર રાખવા માટે કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી છે.
આ ઘટના અંગે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો હતો. જ્યારે મૃતકોના વારસદારોને પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી બે-બે લાખની અને ઇજાગ્રસ્તોને પચાસ – પચાસ હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરાઈ હતી.
ગૃહમંત્રી અમિત શાહે ગોવા આગ દુર્ઘટનામાં થયેલા મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું. શ્રી શાહે સોશિયલ મિડિયા સંદેશમાં જણાવ્યું હતું કે સ્થાનિક વહીવટીતંત્ર બચાવ અને રાહત કામગીરી હાથ ધરી રહ્યું છે અને અસરગ્રસ્ત લોકોની સંભાળ રાખી રહ્યું છે