ડિસેમ્બર 9, 2025 2:11 પી એમ(PM)

printer

ગોવા દુર્ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસમાં સ્થાનિક અધિકારીઓની પ્રક્રિયાગત ભૂલો બહાર આવી.

ગોવા દુર્ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસમાં સ્થાનિક અધિકારીઓની પ્રક્રિયાગત ભૂલો બહાર આવી છે.
તપાસમાં બહાર આવ્યું છે કે સ્થાનિક સરપંચે ટ્રેડ લાઇસન્સ સહિત અનેક પરવાનગીઓ આપી હતી. સ્થાનિક સંસ્થા ઇમારતને સીલ કરવામાં નિષ્ફળ ગઈ છે. ઇમારત, ગોવા પંચાયત રાજ કાયદાનું ઉલ્લંઘન કરીને, માર્ચ 2024 થી ગેરકાયદેસર રીતે કાર્યરત હતી.
ગોવા પોલીસે શોધી કાઢ્યું કે ઘટનાના થોડા કલાકો પછી, 7 ડિસેમ્બરે સવારે 5:30 વાગ્યે ફ્લાઇટમાં બે મુખ્ય આરોપીઓ ફુકેટ ભાગી ગયા હતા. પોલીસ આ આરોપીઓને પકડવા માટે સીબીઆઈના ઇન્ટરપોલ વિભાગ સાથે સંકલન કરી રહી છે.
વીસ મૃતકોના મૃતદેહોને સ્વદેશ પરત લાવવામાં સરકાર સંપૂર્ણ સહયોગ આપી રહી છે. નવા સુરક્ષા ધોરણો વિકસાવવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે