ગોવા પોલીસે અરપોરા નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગ બાદ ક્લબના જનરલ મેનેજર અને ત્રણ કર્મચારીઓ સહિત ચાર લોકોની ધરપકડ કરી છે, આ ઘટનામાં 25 લોકો માર્યા ગયા હતા અને છ લોકો ઘાયલ થયા હતા. એક પત્રકાર પરિષદને સંબોધતા, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને 5 લાખ અને ઘાયલોને 50 હજારની સહાયની પણ જાહેરાત કરી છે.
Site Admin | ડિસેમ્બર 8, 2025 7:58 એ એમ (AM)
ગોવા આગ ઘટનામાં પોલીસે ચાર લોકોની ધરપકડ કરી