56મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (IFFI) આજે ગોવામાં શરૂ થયો છે.આ આઠ દિવસનો સિનેમા ઉત્સવ આ મહિનાની ૨૮મી તારીખ સુધી ચાલશે.ભારત અને વિશ્વભરના ફિલ્મ નિર્માતાઓ, કલાકારો અને ફિલ્મ પ્રેમીઓ એશિયાના સૌથી જૂના ફિલ્મ મહોત્સવ માટે ભેગા થયા છે.
ઉદઘાટન સમારોહ દરમિયાન, માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડૉ. એલ. મુરુગન, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, માહિતી અને પ્રસારણ સચિવ સંજય જાજુ, મહોત્સવ નિર્દેશક શેખર કપૂર હાજર રહ્યા હતા. આ પ્રસંગે બોલતા ડૉ. એલ. મુરુગને કહ્યું કે, ભારત તેના નારંગી અર્થતંત્રના ક્ષણમાં છે, તેમણે ઉમેર્યું કે IFFI 2025 અને WAVES સર્જનાત્મકતા, સામગ્રી અને સંસ્કૃતિના સ્તંભોને મજબૂત બનાવી રહ્યા છે.
Site Admin | નવેમ્બર 20, 2025 7:44 પી એમ(PM)
ગોવામાં 56મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનો આજથી પ્રારંભ.