ગોવામાં ચાલી રહેલા 55મા ભારતીય આંતર-રાષ્ટ્રીય ફિલ્મ સમારોહની આજે પૂર્ણાહૂતિ થશે. આ સમારોહના અંતિમ દિવસે આજે ફિલ્મનિર્માતા રમેશ સિપ્પી “સિનેમામાં રચનાત્મક ભવિષ્ય માટે યુવાનોનં સશક્તિકરણ” વિષય અંગેના સત્રને સંબોધશે. ત્યારબાદ શ્રી સિપ્પી મોહિત સોની સાથે “ઉત્કૃષ્ટતા માટે જૂનુન” વિષય પર રમેશ સિપ્પી સાથે સંવાદ કરશે.
સમારોહમાં આજે પેહલી વાર નિર્દેશન કરનારા ભારતીય નિર્દેશકોમાંથી એક મનોહર કે.ની ફિલ્મ “મિક્કા બન્નાડા હક્કી”ને દર્શાવાશે. સમાપન ફિલ્મ “ડ્રાઈ સીઝન” 2 સિનેમાઘરોમાં પ્રદર્શિત કરાશે.
Site Admin | નવેમ્બર 28, 2024 2:43 પી એમ(PM) | ગોવા
ગોવામાં ચાલી રહેલા 55મા ભારતીય આંતર-રાષ્ટ્રીય ફિલ્મ સમારોહની આજે પૂર્ણાહૂતિ થશે
