ગોવામાં ક્રિસમસની ધાર્મિક ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યપાલ પી. એસ. શ્રીધરન પિલ્લઈ અને મુખ્યમંત્રી પ્રમોદ સાવંતએ આ અવસર પર ગોવા વાસીઓને શુભકામના આપી છે. મુખ્યમંત્રી એ કહ્યું કે, ઇસુએ આપણને શાંતિ, કરુણા, ક્ષમા અને ભાઇચારાનો સંદેશ આપ્યો છે.આ તકે અમારા ગોવાના સંવાદદાતા જણાવે છે કે, ગોવાવાસીઓ મતભેદોને બાજુ પર રાખીને આ તહેવારની ઉજવણી કરે છે. ક્રિસમસને કારણે ગોવાને રોશનીથી શણગારવામાં આવ્યું છે. ચેપલ અને ચર્ચોએ પણ શણગારાયા છે. ક્રિસમસ ટ્રી સજાવવામાં આવી રહ્યા છે. દર વર્ષની જેમ ગોવાની શેરીઓ પ્રવાસીઓથી ઉભરાઈ ગઈ છે.
Site Admin | ડિસેમ્બર 25, 2024 2:11 પી એમ(PM) | ક્રિસમસ
ગોવામાં ક્રિસમસની ધાર્મિક ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે
