ભારતના આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ- IFFI 2025ની 56મી આવૃત્તિ આજથી ગોવામાં શરૂ થશે. આ વર્ષે પણ, IFFI એ સંયુક્ત રાષ્ટ્ર બાળકોના ભંડોળ-UNICEF સાથે ભાગીદારી કરી છે જેથી બાળપણના અનેક રંગોને પ્રેરણાદાયક, પડકારજનક અને પ્રેરણાદાયક વાર્તાઓ દ્વારા ઉજવી શકાય.આ વર્ષની આવૃતિમાં બે ભારતીય ફિલ્મોમાં તમિલ ફિલ્મ નિર્માતા દિનેશ સેલ્વરાજની ગીતાત્મક ફિલ્મ “કદલ કન્ની” એ કલ્પનાની ઉજવણી કરે છે જે બાળકોને મુશ્કેલીઓમાં પણ ટકાવી રાખે છે. જ્યારે અન્ય ફિલ્મ રાધેશ્યામ પીપલવાની “પુતુલ” છે જે સાત વર્ષની બાળકી પર આધારિત છે.
Site Admin | નવેમ્બર 20, 2025 7:25 એ એમ (AM)
ગોવામાં આજથી ભારતના આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ-2025નો આરંભ થશે