નવેમ્બર 6, 2024 7:44 પી એમ(PM)

printer

ગોવામાં આગામી 20 નવેમ્બરથી ભારતના 55મા આંતરરાષ્ટ્રીય ફિલ્મમહોત્સવનો પ્રારંભ થશે

ગોવામાં આગામી 20 નવેમ્બરથી ભારતના 55મા આંતરરાષ્ટ્રીય ફિલ્મમહોત્સવનો પ્રારંભ થશે. નવ દિવસના મહોત્સવ દરમિયાન 25 નવેમ્બર સુધી ફિલ્મ બજારની 18મી આવૃત્તિ પણ દર્શાવવામાં આવશે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે એક નિવેદનમાંજણાવ્યું કે, મહોત્સવ દરમિયાન ફિલ્મી બજાર વ્યૂઈંગ રૂમમાં 21થી 24 નવેમ્બર સુધી 208 જેટલી ફિલ્મો બતાવવામાં આવશે.
આ વ્યૂઈંગ રૂમમાં ભારત અને દક્ષિણ એશિયાની સારી ગુણવત્તાવાળી ફિલ્મો સામેલ હશે. તે ફિલ્મનિર્માતાઓને વૈશ્વિક ફિલ્મ પ્રોગ્રામર્સ, વિતરકો, વેચાણ માટેના પ્રતિનિધિઓ અને રોકાણકારો સાથે જોડાવા માટે પણ પરવાનગી આપશે. ફિલ્મ બજાર એ એક બિઝનેસ-ટૂ-બિઝનેસમંચ છે, જેનો હેતુ દક્ષિણ એશિયાની ફિલ્મોને આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય બજારમાં પ્રોત્સાહન આપવાનો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.