ગોવાના બારડેઝ તાલુકાના અરપોરામાં એક ક્લબમાં લાગેલી ભીષણ આગમાં 25 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે, જેના કારણે સ્થાનિક અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઘટનાની ઝડપી અને કાર્યક્ષમ દેખરેખ માટે કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યા છે. આ ઘટના અંગે રાષ્ટ્રપતિ , ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો હતો.જ્યારે મૃતકોના વારસદારોને પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી બે-બે લાખની અને ઇજાગ્રસ્તોને પચાસ – પચાસ હજાર સહાયની જાહેરાત કરી છે.
Site Admin | ડિસેમ્બર 7, 2025 2:07 પી એમ(PM)
ગોવાની નાઇટક્લબમાં સર્જાયેલી દુર્ઘટનામાં મૃત્યુઆઁક 25 થયો