ગોવાની જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભાજપ ગઠબંધન NDAની સાથે પૂર્ણ બહુમતી સાથે જીત મેળવી છે. ૫૦ બેઠકોમાંથી, ભાજપે પોતાના ૪૦ અને ગઠબંધનના ૩ ઉમેદવારો, કુલ ૪૩ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા.કુલ 50 મતવિસ્તારોમાં 226 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી, જેમાં ભાજપ, કોંગ્રેસ, AAP, ગોવા ફોરવર્ડ પાર્ટી (GFP) અને મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી (MGP) સહિતના મુખ્ય દાવેદારોનો સમાવેશ થાય છે.કોંગ્રેસે 8 બેઠકો જીતી છે, જ્યારે અપક્ષોએ 5 બેઠકો જીતી છે. MGP 2 બેઠકો સાથે, GFP 1 બેઠક સાથે, AAP 1 બેઠક સાથે અને RGP 1 બેઠક સાથે, વર્તમાન સંખ્યા પૂર્ણ કરે છે.આ પરિણામો પછી, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ઉત્તર અને દક્ષિણ ગોવામાં ભાજપ અને ગઠબંધનના ઉમેદવારોને ચૂંટવા બદલ ગોવાના મતદારોનો આભાર માન્યો છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોના સમર્થન પર પ્રકાશ પાડ્યો છે. તેમણે જણાવ્યું હતું કે ભાજપની “ડબલ-એન્જિન” સરકાર આર્થિક વિકાસ, મહિલા સશક્તિકરણ અને સર્વાંગી વિકાસ માટે પૂરાજોશ સાથે કાર્ય યથાવત રાખશે.
Site Admin | ડિસેમ્બર 23, 2025 9:37 એ એમ (AM)
ગોવાની જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભાજપ ગઠબંધન NDAની સાથે પૂર્ણ બહુમતી સાથે જીત મેળવી