ગોવાના બેસિલિકા ઓફ બોમ જીસસ ચર્ચ ખાતે સ્પેનિશ મિશનરી સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરના પવિત્ર અવશેષો નિહાળી શકાશે. 21 મી નવેમ્બરથી શરૂ થયેલું સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરના પવિત્ર અવશેષોનું 18મું પ્રદર્શન 5 મી જાન્યુઆરી 2025 સુધી નિહાળી શકાશે. દાયકામાં એકવાર યોજાતા આ પ્રદર્શનમાં ભારત અને વિદેશમાંથી હજારો યાત્રાળુઓ ભાગ લે છે. ઉલ્લેખનીય છે કે સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરના નશ્વર અવશેષો 1624 થી અહી સચવાયેલા છે.
ચર્ચ સત્તાવાળાઓના જણાવ્યા પ્રમાણે 45-દિવસના આ કાર્યક્રમ દરમિયાન 8 મિલિયનથી વધુ લોકો અહી આવે તેવી શક્યતા છે.
Site Admin | નવેમ્બર 25, 2024 2:23 પી એમ(PM)
ગોવાના બેસિલિકા ઓફ બોમ જીસસ ચર્ચ ખાતે સ્પેનિશ મિશનરી સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરના પવિત્ર અવશેષો નિહાળી શકાશે
