ગોવાના પણજીમાં યોજાયેલા FIDE ચેસ વિશ્વ કપ સ્પર્ધામાંથી પી હરિકૃષ્ણ ગઇકાલે પાંચમા રાઉન્ડમાં મેક્સિકોના માર્ટિનેઝ અલકાન્ટારા સામે ટાઈ-બ્રેકમાં હારી ગયા હતા. અર્જુન એરિગાઈસી હવે સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનાર એકમાત્ર ભારતીય ખેલાડી છે.શનિવારે ગ્રાન્ડ માસ્ટર અર્જુન એરિગાઈસી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં બે વખતના ચેમ્પિયન યુએસએના લેવોન એરોનોનિયનને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા હતા. આજે ક્વાર્ટર ફાઇનલમાં એરિગાઈસી ચીનના જીએમ વેઈ યીનો સામનો કરશે.
Site Admin | નવેમ્બર 17, 2025 9:15 એ એમ (AM)
ગોવાના પણજીમાં FIDE ચેસ વિશ્વ કપ સ્પર્ધામાં પી હરિકૃષ્ણ ટાઈ-બ્રેકમાં હાર્યા