ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 2, 2024 7:21 પી એમ(PM)

printer

ગોવર્ધન પૂજાના દિવસે સ્થાનિક બુલિયન માર્કેટમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે

ગોવર્ધન પૂજાના દિવસે સ્થાનિક બુલિયન માર્કેટમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનાનો ભાવ આજે 710 થી 790 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી ઘટી ગયો છે. એ જ રીતે ચાંદી પણ આજે પ્રતિ કિલો રૂ.3000 સસ્તી થઈ છે. સોનાના ભાવમાં નબળાઈને કારણે દેશના મોટા ભાગના બુલિયન માર્કેટમાં આજે 24 કેરેટ સોનું, રૂ.81 હજારની સપાટીથી નીચે ગબડીને રૂ.80 હજાર 700થી રૂ.80 હજાર 550 પ્રતિ 10 ગ્રામની રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે. એ જ રીતે, આજે 22 કેરેટ સોનું, રૂ. 74 હજારની સપાટીથી નીચે આવી ગયું છે અને રૂ. 73 હજાર 990 થી રૂ. 73 હજાર 840 પ્રતિ 10 ગ્રામની વચ્ચે વેચાયુહતું. ચાંદીના ભાવમાં આજે ઘટાડો થવાને કારણે, દિલ્હી બુલિયન માર્કેટમાં તેની કિંમત 96 હજાર 900 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે આવી ગઈ હતી