ગુજરાતના ગોબરધન અને ગ્રે વોટર મેનેજમેન્ટ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારને દિલ્હી ખાતે “ISC-FICCI સેનિટેશન એવોર્ડ-૨૦૨૪” એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
આજે FICCI ફેડરેશન હાઉસ, દિલ્હી ખાતે આયોજિત ISC-FICCI સેનિટેશન એવોર્ડની ૮મી આવૃત્તિમાં ગુજરાતને આ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો છે.
આ અંગે ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર તરફથી ગ્રામ વિકાસ કમિશનર કચેરી દ્વારા ચાર કેટેગરીમાં નામાંકન કરવામાં આવ્યું હતું. એવોર્ડ કમિટી દ્વારા “સરકાર માટે ખાસ સન્માન” કેટગરી હેઠળ ગુજરાતના ગોબરધન અને ગ્રે વોટર મેનેજમેન્ટ પ્રોજેક્ટની પસંદગી કરી હતી.
શ્રી પટેલે જણાવ્યું કે, ગોબરધન યોજના હેઠળ ઘન કચરા વ્યવસ્થાપન માટે ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ સાત હજાર 411 બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે.