પંચમહાલ જિલ્લામાં આજે સર્જાયેલા એક માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના ચાર સભ્યોના કરૂણ મોત નીપજ્યા છે. ઘોઘંબા તાલુકાના બોર ગામનો પરિવાર લગ્ન પ્રસંગમાંથી બાઇક પર પરત ફરી રહ્યો હતો. ત્યારે ગોધરા વડોદરા હાઇવે પર એક ટ્રકની અડફેટે આવતા બાઈક સવાર પિતા અને ત્રણ દીકરીઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. અને એક દીકરીનો બચાવ થયો હતો.
ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે.
Site Admin | એપ્રિલ 18, 2025 7:41 પી એમ(PM)
ગોધરા-વડોદરા હાઇ-વે પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં ત્રણ દિકરી અને પિતા સહિત ચારનાં મૃત્યુ
