એપ્રિલ 10, 2025 9:01 એ એમ (AM)

printer

ગેરકાયેદ ખનન કરનારાની જમીન ખાલસા કરવા ચોટીલા તંત્ર દ્વારા કવાયત હાથ ધરાઇ

સુરેન્દ્રનગરના ચોટીલામાં થતી ખનીજ ચોરીને રોકવા માટે હવે ચોટલી પ્રાંચ કચેરી દ્વારા જે જમીનમાં ગેરકાયદે ખનન થતું હોય તે જમીનને ખાલસા કરવાની દરખાસ્ત લાવવાની કામગીરી થઇ રહી છે.થાન અને મૂળી પંથકમાં ચાલતા ગેરકાયદે ખનીજની ચોરીને રોકવા માટે ચોટીલા પ્રાંત દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. જેમાં થોડા દિવસો પહેલા થાનના જામવાડી અને ભલુડો વિસ્તારમાં દરોડા પાડીને 150થી વધુ ગેરકાયદે ખનન પકડી પાડવામાં આવ્યુ હતું. જેમાં કુલ 32 જમીન માલિકોના નામની પણ જાહેરાત કરાઈ હતી. ત્યારે હવે જમીનના માલિકોએ કુલ ૩ નિયમનો ભંગ કર્યો હતો. જમીન ખાલસા કરવા માટેની દરખાસ્ત કરવાની કામગીરી કરવામાં આવી રહી હોવાનું ચોટીલાના નાયબ કલેક્ટર એચ ટી મકવાણાએ જણાવ્યું હતું