ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જૂન 8, 2025 1:50 પી એમ(PM)

printer

ગેરકાયદે વસવાટ કરનારા લોકોના પ્રદર્શનને કાબૂમાં લેવા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે લોસ એન્જલસમાં બે હજાર નેશનલ ગાર્ડ સૈનિકોને તૈનાત કર્યા

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લોસ એન્જલસમાં બે હજાર નેશનલ ગાર્ડ સૈનિકોને તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. ગેરકાયદે સ્થળાંતર કરનારાઓ પર દરોડા પાડવા દરમ્યાન સર્જાયેલી પરિસ્થિતિને કાબુમાં લેવામાં આ આદેશ કરાયો છે.
ગઈકાલે રાત્રે લેટિનોના રહેવાસીઓ અને ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટના અધિકારીઓ સાથે અથડામણ થઈ હતી. આ અઠવાડિયે લોસ એન્જલસમાં 118 જેટલી ધરપકડ કરાઇ હતી. દરમિયાન વહીવટીતંત્રએ જણાવ્યું છે કે લોસ એન્જલસને વધુ સુરક્ષિત બનાવવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે.