નવેમ્બર 13, 2025 9:18 એ એમ (AM)

printer

ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂષણખોરો સાથે સંકળાયેલ અલ-કાયદા ગુજરાત આતંકવાદી ષડયંત્રના સંદર્ભમાં NIAના પાંચ રાજ્યોમાં દરોડા

ગેરકાયદે બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સ સાથે સંકળાયેલ અલ-કાયદા ગુજરાત આતંકવાદી કાવતરા કેસના સંદર્ભમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી-NIAએ ગઈકાલે પાંચ રાજ્યોમાં 10 સ્થળોએ દરોડા પાડ્યા.NIAએ ગુજરાત, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, મેઘાલય અને હરિયાણામાં અનેક સ્થળોએ વિવિધ શંકાસ્પદો અને તેમના સહયોગીઓના પરિસરોની તપાસ કરી હતી. એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું કે, દરોડા દરમિયાન ઘણા ડિજિટલ ઉપકરણો અને ગુનાહિત દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા જેને ફોરેન્સિક વિશ્લેષણ માટે મોકલવામાં આવી રહ્યા છે.અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું કે, ચાર બાંગ્લાદેશી નાગરિકો બનાવટી ભારતીય ઓળખ કાર્ડનો ઉપયોગ કરીને બાંગ્લાદેશથી ગેરકાયદે ભારતમાં પ્રવેશ્યા હતા. તેઓ પ્રતિબંધિત અલ-કાયદા આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું હતું.