જુલાઇ 25, 2025 9:01 એ એમ (AM)

printer

ગેરકાયદે દબાણો, ગૌચરની જમીન ઉપરના દબાણો દૂર કરવાની કામગીરી કડક હાથે કરવા મુખ્યમંત્રીની તંત્રને તાકિદ

અસામાજિક તત્વોને કડક હાથે ડામી દેવા તેમજ ગૌચર જમીનમાં દબાણો દુર કરવા, જાહેર જગ્યા પરના અન અધિકૃત દબાણો હટાવવા, જી.આઈ.ડી.સી.ના કોમર્શીયલ પ્લોટમાં નામની તબદીલી સહિતના પ્રશ્નો અંગે સંબંધિત અધિકારીઓને સકારાત્મક વલણ અપનાવીને ઝડપી નિવારણ માટેની કાર્યવાહીની રાજ્યભરના પોલીસ અધિકારીઓ અને વહિવટી તંત્રને સૂચના આપી છે.
રાજ્ય સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ નાગરિકોની રજૂઆતો સાંભળીને જિલ્લા પોલીસ અને વહીવટી તંત્રને કડક કાર્યવાહી કરવાની સૂચનાઓ આપી હતી..
ખોટી પ્રવૃત્તિઓ કરનારાઓ અને લોકોને હેરાન કરનારા અસામાજિક તત્વોમાં પોલીસનો ડર રહે તેવી કડકાઈથી પોલીસે કામગીરી કરવી પડશે તેમ તેમણે જીલ્લા પોલીસ વડાઓ કહ્યું હતું.