તિરુવનંતપુરમમાં, કેરળના મત્સ્યઉદ્યોગ મંત્રી સાજી ચેરિયાને જણાવ્યું છે કે ગેરકાયદેસર માછીમારી પ્રવૃત્તિઓને દંડ કરવામાં કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કેરળના દરિયાકાંઠે નાની જાળીનો ઉપયોગ કરતી માછીમારી બોટોને કડક સજા કરાશે, કારણ કે આવી પ્રવૃતિ દરિયાઈ જીવસૃષ્ટિ માટે ગંભીર ખતરો છે. તેમણે ઉમેર્યું હતું કે નાની માછલીઓને આડેધડ પકડવી એ એકંદર માછલીની વસ્તીમાં ઘટાડો થવાનું મુખ્ય પરિબળ છે.
Site Admin | ઓગસ્ટ 7, 2025 9:57 એ એમ (AM)
ગેરકાયદેસર માછીમારી પ્રવૃત્તિઓને દંડ કરવામાં કોઈ સમાધાન કરવામાં આવશે નહીં : કેરળ મત્સ્યઉદ્યોગ મંત્રી સાજી ચેરિયા
