બાંગ્લાદેશની ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓને કામની લાલચ આપી ભારત લાવી ગેરકાયદે પ્રવૃત્તિઓમાં ધકેલવાના કૌભાંડનો ભરૂચ પોલીસે પર્દાફાશ કર્યો…બાંગ્લાદેશની સરહદ નજીક રહેતા એક એજન્ટ દ્વારા 60 મહિલાઓને બાંગ્લાદેશથી ભારત લાવી ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ આચરાવતી હોવાનું હોવાનું બહાર આવ્યું છે..પશ્ચિમ બંગાળના બોગસ દસ્તાવેજના આધારે આ બાંગ્લાદેશી મહિલાઓને ભારતીય ઓળખના પુરાવા બનાવી અલગ અલગ રાજ્યમાં મોકલાતી હતી. ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ અને એસ ઓ જી એ ભરૂચની એક સોસાયટી માંથી 12 પીડિતાઓને મુક્ત કરાવાઈ હોવાનુ જીલ્લા પોલીસ અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું.
Site Admin | ડિસેમ્બર 14, 2025 9:21 એ એમ (AM)
ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં બાંગ્લાદેશોની મહિલાઓને ધકેલવાના કાવતરાંનો ભરૂચ પોલીસે પર્દાફાશ કર્યો