ગૃહ રાજ્યમંત્રી હર્ષ સઘવીએ અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ અંગે રાજ્ય પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે ગઈકાલે બેઠક યોજી. તેમણે રથયાત્રા સુખદ અને શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે કરાયેલી તૈયારીઓની પણ સમીક્ષા કરી.અન્ય એક બેઠકમાં શ્રી સંઘવીએ રાજ્યમાં 21 જૂને યોગ દિવસની ઉજવણી અંગેની તૈયારીઓની સમીક્ષા કરી. તેમણે વિવિધ ખાતાના ઉચ્ચ અધિકારીઓ સાથે અને અન્ય જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી આયોજનલક્ષી ચર્ચા કરી હતી.ઉલ્લેખનીય છે કે, રાજ્યના દરેક જિલ્લા તથા મહાનગરમાં આ વર્ષે “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત” અંતર્ગત 11-મા આંતર-રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે.
Site Admin | જૂન 19, 2025 9:39 એ એમ (AM)
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સઘવીએ અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ અંગે બેઠક યોજી