ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 9, 2024 7:29 પી એમ(PM) | સુરત | હર્ષ સંઘવી

printer

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે સુરતના સૈયદપુરામાં પથ્થરમારો કરનારાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરાશે

સુરતના સૈયદપુરામાં પથ્થરમારો કરનારાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. શ્રી સંઘવીએ જણાવ્યું હતું કે પોલીસે ગતરાત્રે જ આ મામલે તાત્કાલિક કોમ્બિંગ કરી ડ્રોન, સીસીટીવી અને વિડિયોના માધ્યમથી આરોપીઓને ઝડપી પાડ્યા હતા.પોલીસે આ મામલે 28 જેટલા લોકોની અટકાયતકરી છે તેમજ આ મામલે 3 ગુના દાખલ કર્યા છે. એક ગુનો નાના બાળકો સામે પણ નોંધાયોછે. સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે આ મામલાની તપાસ માટેક્રાઈમબ્રાન્ચ, વિશેષ સંચાલન સમૂહ – SOG અને PCBની 6 ટુકડી બનાવવામાં આવી છે. પોલીસ કન્ટ્રોલ રૂમને આ મામલે 13 ફરિયાદ મળીહતી. સાથે જ લોકોને કોઈ પણ અફવાઓમાં ન આવવા પોલીસ કમિશનરે અપીલ કરી છે