ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આજે ભરૂચમાં 381 કરોડ રૂપિયાથી વધુની કિંમતના કેફી પદાર્થના જથ્થાનો નાશ કરાયો. રાજ્ય પોલીસે કબજે કરેલા આઠ હજાર કિલોથી વધુના આ કેફી પદાર્થનો દહેજ ખાતે વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરાયો છે. આ પ્રસંગે શ્રી સંખવીએ કેફી પદાર્થ વિરોધી કાર્યદળ- A.N.T.F.નો વિધિવત્ પ્રારંભ કરાવ્યો. આ દળનું મુખ્યમથક ગાંધીનગરમાં અને છ પ્રાદેશિક કચેરી હશે.
દરમિયાન રાજ્ય સરકારની રિવોર્ડ પૉલિસી હેઠળ સાત મોટા કેસમાં સફળતાપૂર્વક કામગીરી કરનારા 92 પોલીસ જવાનને 29 લાખ 67 હજાર રૂપિયાની ઈનામની રકમ અર્પણ કરી તેમનું સન્માન કરાયું.
Site Admin | ઓક્ટોબર 3, 2025 7:10 પી એમ(PM)
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભરૂચમાં 381 કરોડ રૂપિયાના કેફી પદાર્થનો નાશ કરાયો