ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 3, 2025 10:20 એ એમ (AM)

printer

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે ભરૂચથી માદક પદાર્થ વિરોધી કાર્યદળ- ANTFનો શુભારંભ કરાવશે

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આજે ભરુચ ખાતે માદક પદાર્થ વિરોધી કાર્યદળ- ANTFનો શુભારંભ કરાવશે.ગાંધીનગરમાં મુખ્ય મથક અને 6 ઝોનલ કચેરી સાથેની આ દળમાં 213 જેટલા તાલીમબદ્ધ અધિકારીઓ-કર્મચારીઓ માદક પદાર્થના ગુનાઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરશે.રાજ્ય સરકારના પ્રો-એક્ટિવ પોલીસિંગના અભિગમ હેઠળ ચાલી રહેલા ‘મેન્ટર પ્રોજેક્ટ’ ને વધુ સઘન બનાવવાની જાહેરાત કરાશે, જે અંતર્ગત જામીન પર છૂટેલા 2640 જેટલા માદક પદાર્થના આરોપીઓ પર 1978 પોલીસ મેન્ટર દ્વારા નજર રાખવામાં આવી રહી છે.આ ઉપરાંત કેન્દ્ર સરકારની ‘માનસ’ હેલ્પલાઇન નંબર 1933ને રાજ્યમાં વધુ અસરકારક બનાવવાની સાથે, તેના પર આવતી માહિતી સીધી જ મંત્રીના કાર્યાલયને મળે તેવી નવી સિસ્ટમની પણ જાહેરાત કરાશે.દરમિયાન ગુજરાત પોલીસ દ્વારા જુદા-જુદા 442 ગુનાઓમાં જપ્ત કરાયેલા 381 કરોડ રૂપિયાથી વધુની કિંમતના 8 હજાર કિલોગ્રામથી વધુના માદક પદાર્થના જથ્થાનો પણ નાશ કરાશે. આ કાર્યક્રમમાં માદક પદાર્થ સામેની લડતમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ જવાનોને પણ બિરદાવાશે.