ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસની જીવન આસ્થા હૅલ્પલાઈનની 10 વર્ષની સફળતાને બિરદાવી છે. ગાંધીનગરમાં નગરગૃહ ખાતે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં શ્રી સંઘવીએ કહ્યું, આ સ્પર્ધાત્મક યુગમાં લાખો નિરાશાઓની વચ્ચે ‘જીવન આસ્થા’ રાજ્યના લાખો લોકોના હૃદયમાં આશાનું કિરણ જગાવવાનું કામ કરી રહી છે.
હેલ્પલાઈન ‘જીવન આસ્થા’ના 1800 233 3330 નંબરને પણ ઇમરજન્સી નંબર-112 સાથે જોડવાની દિશામાં વિચારણા હોવાનું પણ શ્રી સંઘવીએ ઉમેર્યું.
Site Admin | સપ્ટેમ્બર 10, 2025 3:11 પી એમ(PM)
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસની જીવન આસ્થા હૅલ્પલાઈનની 10 વર્ષની સફળતાને બિરદાવી