ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતેથી ત્વરિત પ્રતિભાવ ટુકડીના 50 બાઇકને લીલીઝંડી આપી. આ વાહનો ગુનાખોરી અને ટ્રાફિક જેવી સમસ્યાઓમાં ત્વરિત પ્રતિભાવ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ અત્યાધુનિક બાઈકને વિવિધ જિલ્લાઓમાં ફાળવવામાં આવશે. આ બાઈકનો મુખ્ય ઉદ્દેશ ગુનાખોરીને અટકાવવા, ટ્રાફિક વ્યવસ્થા જાળવવા અને પોલીસ વેનને જ્યાં પહોંચવામાં સમય લાગે તેવા સંવેદનશીલ સ્થળો પર તાત્કાલિક પહોંચીને કાર્યવાહી કરવાનો હોવાનું ગાંધીનગર રેન્જ IG વિરેન્દ્ર યાદવે જણાવ્યું.
Site Admin | સપ્ટેમ્બર 3, 2025 4:58 પી એમ(PM)
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતેથી ત્વરિત પ્રતિભાવ ટુકડીના 50 બાઇકને લીલીઝંડી આપી.