ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, રાજ્યમાં શાંતિ અને સલામતીની જાળવણી તથા સૌની સુરક્ષા કરવામાં પોલીસ દળનું યોગદાન અમૂલ્ય છે. ગાંધીનગરના કરાઈ ગુજરાત પોલીસ અકાદમી ખાતે આજે પોલીસ ચંદ્રક અલંકરણ સમારોહને સંબોધતા શ્રી સંઘવીએ આ વાત કહી.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસ દળમાં કર્તવ્ય નિષ્ઠાથી ઉત્કૃષ્ટ ફરજ બજાવવા બદલ રાષ્ટ્રપતિશ્રીના ચંદ્રક મેળવનારા પોલીસના 118 અધિકારી અને કર્મચારીઓને આ ચંદ્રક એનાયત કર્યા. સમાજ પ્રત્યેની સેવા ભાવનાની કદરરૂપે મળતા ચંદ્રક અને સન્માન એ સમગ્ર પોલીસ દળનું ગૌરવ બને છે તેમ પણ શ્રી પટેલે ઉમેર્યું.
આ પ્રસંગે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે કહ્યું, આ ચંદ્રક પોલીસ કર્મચારીઓના આત્મવિશ્વાસમાં વધુ સારી કામગીરી કરવા ઉમેરો કરશે તેવો વિશ્વાસ છે.
Site Admin | ઓગસ્ટ 2, 2025 7:20 પી એમ(PM)
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં શાંતિ-સલામતીની જાળવણી અને સૌની સુરક્ષા કરવામાં પોલીસનું યોગદાન અમૂલ્ય ગણાવ્યું