ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ફોરેન્સિંક સાયન્સ લેબોરેટરી અને નેશનલ ફોરેન્સિંક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગરની મુલાકાત લીધી.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ફોરેન્સિંક સાયન્સ લેબોરેટરી અને નેશનલ ફોરેન્સિંક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગરની મુલાકાત લીધી અને D.N.A. પરીક્ષણ પ્રક્રિયાની સમીક્ષા કરી. ગૃહ સચિવ, ઈન્ટેલિજનના બ્યુરોના IGP અને FSLના ડિરેક્ટર તેમની સાથે જોડાયા હતા. આ પ્રસંગે હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાતના 36 અને ભારત સરકારના પણ FSLના નિષ્ણાંતો આ કાર્યમાં સહયોગ આપી રહ્યા છે.
ત્યારબાદ હર્ષ સંઘવી વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. ગૃહ વિભાગના સચિવ, રાજ્યના પોલીસ વડા, અમદાવાદ પોલીસ કમિશનર તેમજ આઇબીના આઇજીપી પણ આ વિમાન દુર્ઘટના સ્થળ ની મુલાકાતમાં જોડાયા હતા.