ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર સુરક્ષા દળોની હિલચાલ અંગે પોસ્ટ મૂકનાર સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથેની વર્ચ્યુઅલ બેઠકમાં શ્રી સંઘવીએ જણાવ્યું કે સોશિયલ મીડિયા પર સેનાનું મનોબળ તુટે તેવા લખાણો પોસ્ટ કરનાર લોકો સામે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે દેશ વિરોધી પોસ્ટ મૂકનાર 4 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સાચી માહિતી જિલ્લા તંત્ર તરફથી આપવામાં આવશે માટે નાગરિકોને અફવાથી દૂર રહેવા પણ તેમણે જણાવ્યું.
Site Admin | મે 9, 2025 7:19 પી એમ(PM) | Harsh Sanghvi
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર સુરક્ષા દળોની હિલચાલ અંગે પોસ્ટ મૂકનાર સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યા
