મે 5, 2025 10:00 એ એમ (AM)

printer

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે અમદાવાદનાં ચંડોળા તળાવની આસપાસ દોઢ લાખ ચોરસ મીટરનું દબાણ દૂર કરાયું

અમદાવાદમાં ચંડોળા તળાવમાં હવે બીજા અને ત્રીજા તબક્કામાં ગેરકાયદેસર દબાણો દૂર કરાશે.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, પ્રથમ તબક્કામાં ચંડોળા તળાવ પાસેથી દોઢ લાખ મીટરનું દબાણ દૂર કરાયું. શ્રી સંઘવીએ ઉમેર્યું કે અહીથી 800થી વધુ બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ તમામ બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવા સહિતની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપી હતી.આ કેસમાં ધરપકડ કરાયેલા લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહ મોહમ્મદને સાથે રાખીને પોલીસે ગઈકાલે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.