માર્ચ 25, 2025 6:57 પી એમ(PM)

printer

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદની સેશન્સ અદાલતે ગૌ હત્યાના ઈરાદે પશુઓની ચોરી કરનારા બે આરોપીને ફરમાવેલી સજાને આવકારી છે

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદની સેશન્સ અદાલતે ગૌ હત્યાના ઈરાદે પશુઓની ચોરી કરનારા બે આરોપીને ફરમાવેલી સજાને આવકારી છે. શ્રી સંઘવીએ જણાવ્યું કે આ
મહિનામાં આ ત્રીજા કેસનો ચુકાદો સામે આવ્યો છે. તેમણે આ કાર્યવાહી માટે રાજ્ય પોલીસ અને કાયદા વિભાગને અભિનંદન પાઠવ્યા હતા.ઉલ્લેખનીય છે કે ગઇકાલે અમદાવાદની સેશન્સ અદાલતે ગૌ હત્યાના ઈરાદે પશુઓની ચોરી કરનારા બે આરોપીને સાત વર્ષની કેદ અને એક લાખ પાંચ હજાર રૂપિયાનો દંડ કર્યો હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.