રાજ્યભરમાં ગઈકાલે ગ્રામ્ય પોલીસિંગ અંતર્ગત પોલીસ અને સરપંચ પરિસંવાદ યોજાયો. ગ્રામ્ય પોલીસિંગને વધુ અસરકારક અને મજબૂત બનાવવા યોજાયેલા પરિસંવાદમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરતના કામરેજ પોલીસમથક ખાતે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગ્રામ્ય વિસ્તારમાં બનતા બનાવને અટકાવવામાં પરિસંવાદ સેતુ બનશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો.
આ પ્રયાસ થકી રાજ્યના હજારો ગામડાઓમાં સરપંચોની મદદથી રાજ્યના લોકોને ગુનાઓનો ભોગ બનતા બચાવી શકાશે તેમ શ્રી સંઘવીએ ઉમેર્યું.
Site Admin | ઓગસ્ટ 11, 2025 12:09 પી એમ(PM)
ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું, પોલીસ અને સરપંચ વચ્ચેના પરિસંવાદ થકી લાખો લોકોને ગુનાનો ભોગ બનતા બચાવી શકાશે