ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ગૃહ મંત્રી અમિત શાહ આઇપીએસ પ્રોબેશનર્સ સાથે સંવાદ કરશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં ભારતીય પોલીસ સેવા – I.P.S.ના પ્રૉબેશનર્સ સાથે સંવાદ કરશે. દરમિયાન પ્રૉબેશનરી અધિકારી ગૃહમંત્રી સાથે પોતાની તાલીમ અંગેનો અનુભવ રજૂ કરશે. બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહ અધિકારીઓને દેશની આંતરિક સલામતી સાથે સંકળાયેલા પડકારોને પહોંચી વળવા માટે માર્ગદર્શન આપશે.   

ભારતીય પોલીસ સેવા 2023 બેચમાં 54 મહિલા અધિકારીઓ સહિત કુલ 188 અધિકારી તાલીમાર્થીઓએ પાયાના અભ્યાસક્રમ તાલીમ પ્રથમ તબક્કો પૂર્ણ કર્યો છે. દિલ્હીમાં વિવિધ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ – C.A.P.F. અને કેન્દ્રીય પોલીસ સંગઠન – C.P.O.ની સાથે 2 સપ્તાહની તાલીમ બાદ I.P.S. તાલીમાર્થી અધિકારી પોતાના સંબંધિત કેડરમાં 29 સપ્તાહના જિલ્લા પ્રાયોગિક તાલીમમાંથી પસાર થશે.