ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ગૃહ મંત્રી અમિત શાહે આજે ભુતપૂર્વ રાષ્ટ્રપતિ અને પ્રખ્યાત વૈજ્ઞાનિક ડો. એ પી જે અબ્દુલ કલામની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલી અર્પણ કરી છે

ગૃહ મંત્રી અમિત શાહે આજે ભુતપૂર્વ રાષ્ટ્રપતિ અને પ્રખ્યાત વૈજ્ઞાનિક ડો.એ પી જે અબ્દુલ કલામની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલી અર્પણ કરી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શાહે
કહ્યું કે ડો. કલામનું જીવનમાં મહેનત, સરળતા અને સંવેદનશીલતાનો સુગમ સમન્વય હતો. તેઓ દેશના યુવાનો માટે પ્રેરણારૂપ હતા. અમિત શાહે ઉમેર્યું કે અબ્દુલ કલામે તેમના કાર્યથી દેશના લોકોને આગળ ધપાવવા પ્રયત્ન કર્યા અને તેઓ ‘પીપલ્સ પ્રેસિડેંટ’ તરીકે જાણીતા થયા હતા. તેમના વિચારો ભવિષ્યની પેઢીઓ માટે પથદર્શક હશે.