મે 21, 2025 9:02 એ એમ (AM)

printer

ગૃહ મંત્રાલયે પદ્મ પુરસ્કારો 2026 માટે 31 જુલાઈ સુધી નામાંકન મંગાવ્યા

ગૃહ મંત્રાલયે પદ્મ પુરસ્કારો 2026 માટે નામાંકન મંગાવ્યા છે. નામાંકન રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ દ્વારા 31 જુલાઈ સુધી ઓનલાઈન જમા કરાવી શકાય છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, નામાંકનમાં ઉપરોક્ત પોર્ટલ પર ઉપલબ્ધ ફોર્મેટમાં નિર્દિષ્ટ તમામ સંબંધિત વિગતો હોવી જોઈએ, જેમાં વર્ણનાત્મક સ્વરૂપમાં પ્રશસ્તિપત્રનો સમાવેશ થાય છે. સંબંધિત ક્ષેત્રોમાં ભલામણ કરાયેલા લોકોની વિશિષ્ટ અને અસાધારણ સિદ્ધિઓને સ્પષ્ટ રીતે રજૂ કરવાની રહેશે. પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી, દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાં સામેલ છે. 1954માં સ્થપાયેલા આ પુરસ્કારોની જાહેરાત દર વર્ષે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે કરવામાં આવે છે.