ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 13, 2025 1:54 પી એમ(PM)

printer

ગૃહ મંત્રાલયે ઓવરસીઝ સિટિઝન્સ ઓફ ઈન્ડિયા સંબંધિત નિયમો કડક બનાવ્યા

ગૃહ મંત્રાલયે ઓવરસીઝ સિટિઝન્સ ઓફ ઈન્ડિયા- OCI સંબંધિત નિયમો કડક બનાવ્યા છે.
મંત્રાલયે જણાવ્યુ, જો કોઈ વ્યક્તિને બે વર્ષ કે તેથી વધુ કેદની સજા ફરમાવવામાં આવે છે, અથવા તેની સામે સાત વર્ષ કે તેથી વધુ કેદની સજાપાત્ર ગુના માટે ચાર્જશીટ દાખલ કરવામાં આવે છે, તો તેનું OCI નોંધણી રદ કરાશે.
OCI કાર્ડ વિદેશમાં રહેતા ભારતીય મૂળના વ્યક્તિઓ અને તેમના જીવનસાથીઓને બહુવિધ-પ્રવેશ, બહુ-ઉદ્દેશીય આજીવન વિઝા, તેમજ ચોક્કસ આર્થિક અને શૈક્ષણિક અધિકારો પ્રદાન કરે છે.