ડિસેમ્બર 25, 2025 2:20 પી એમ(PM)

printer

ગૃહ મંત્રાલયમાં મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસના ખાસ સહાયક ખુદાબક્ષ ચૌધરીએ બાંગ્લાદેશમાં તેમના પદ પરથી રાજીનામું ધર્યુ

ગૃહ મંત્રાલયમાં મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસના ખાસ સહાયક ખુદા બક્ષ ચૌધરીએ બાંગ્લાદેશમાં તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. બુધવારે રાત્રે જાહેર કરાયેલા ગેઝેટ નોટિફિકેશન મુજબ, રાષ્ટ્રપતિ દ્વારા તેમનું રાજીનામું તાત્કાલિક સ્વીકારવામાં આવ્યું હતું
મુખ્ય સલાહકારની પ્રેસ વિંગે આ ઘટનાક્રમની પુષ્ટિ કરી હતી, જોકે કોઈ કારણ જાહેર કરવામાં આવ્યું ન હતું. ભૂતપૂર્વ પોલીસ મહાનિરીક્ષક, ખુદા બક્ષ ચૌધરીને 10 નવેમ્બર, 2024 ના રોજ આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા.
કાર્યકર્તા શરીફ ઉસ્માન બિન હાદીની હત્યા અને મૈમનસિંઘમાં કથિત ઇશનિંદાના આરોપમાં હિન્દુ યુવાન દિપુ ચંદ્ર દાસની મોબ લિંચિંગ બાદ સરકાર દ્વારા કાયદો અને વ્યવસ્થાના સંચાલન અંગે વધતી જતી ટીકાઓ વચ્ચે તેમણે આ રાજીનામું ધરી દીધુ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.