ઓક્ટોબર 22, 2025 2:26 પી એમ(PM)

printer

ગૃહ મંત્રાલયની ઉચ્ચ સ્તરીય સમિતિની નવી દિલ્હીમાં વિવિધ મુદ્દાઓ પર લદ્દાખના નેતાઓ સાથે વાતચીત

કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ઉચ્ચ સ્તરીય સમિતિ નવી દિલ્હીમાં વિવિધ મુદ્દાઓ પર લદ્દાખના નેતાઓ સાથે વાતચીત કરી રહી છે. ગયા મહિને કેન્દ્રશાસિત પ્રદેશમાં થયેલી હિંસા પછી મુખ્ય મુદ્દાઓ પર આ પ્રથમ ઔપચારિક વાતચીત છે. ગૃહ મંત્રાલયની લદ્દાખ પરની ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા સર્વોચ્ચ સંસ્થા લેહ, એબીએલ અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ- KDA સાથે એક સંવાદ પદ્ધતિ સ્થાપિત કરવામાં આવી છે.
અમારા લેહ સંવાદદાતાના અહેવાલ મુજબ, લદ્દાખનું પ્રતિનિધિમંડળ મુખ્ય માંગણીઓ રજૂ કરે તેવી શક્યતા છે, જેમાં રાજ્યનો દરજ્જો અને છઠ્ઠી અનુસૂચિમાં લદ્દાખનો સમાવેશ સહિતની માગ સામેલ છે.